મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં રિજન્ટા હોટલ પાછળ સન્સેરા ચેમ્બરમાં પહેલા માળે આવેલ મિલેનિયમ સ્પાના સંચાલક કિરીટસિંહ સાહેબસિંહ ગોહિલ રહે.શક્ત શનાળા મૂળ રહે.સ્વામીના ગઢડા જી.બોટાદ વાળાએ પોતાના સ્પામાં કામ કરતા સ્પા વર્કરના બાયોડેટા પોલીસમાં જમા નહિ કરાવી સ્પામાં સીસીટીવી નહિ રાખતા મોરબી તાલુકા પોલીસે જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી.