ખેડૂતોની માંગણીઓ ન સંતોષાય તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મત માંગવા ન આવવાની ચીમકીમોરબી : મોરબી જિલ્લામાં ખેડૂતોની વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બની રહ્યું છે. તેવામાં વધુ 2 ગામો ખીરઈ અને રોહીશાણામાં ગ્રામજનો તથા ખેડૂતો દ્વારા વિરોધ દર્શાવતા બેનરો લગાવવામાં આવ્યા છે.ખીરઈ ગામ સમસ્ત અને રોહીશાણા ગામ સમસ્ત દ્વારા લગાવવામાં આવેલા આ બેનરોમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે આ ગામોમાં મત માંગવા આવવું નહીં. ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ ન આવતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. #Morbi #MorbiUpdate #FarmerProtest #Khirai #Rohishana #VidhanSabha2027 #GujaratFarmers #MorbiNews