મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ સ્કાયમેક્ષ સિરામીક ફેકટરીમાં કામ કરતો અને અહીં જ રહેતો નારૂ રમાય હેમ્બ્રમ ઉ.૨૪ નામનો યુવક ગઈકાલે બપોરના સમયે બેલા ગામની સીમમાં પાવર સ્ટેશન નજીક આવેલ નદીમાં ન્હાવા જતા પાણીમાં ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.