માળીયા દવાખાને દવા લેવા જતા હતા ત્યારે બનેલી ઘટના મોરબી : હળવદ નજીક આવેલ લેમિનેટ ફેકટરીમાં કામ કરતા બે મિત્રો બાઈક લઈ માળીયા મિયાણા ખાતે દવા લેવા જતા હતા ત્યારે ખાખરેચી નજીક રસ્તા પર ગાય આડી ઉતરતા અચાનક બ્રેક મારતા આ અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મૃત્યુ નિપજ્યુ હતું, જયારે બાઈક પાછળ બેઠેલા યુવકને ઈજાઓ પહોંચી હતી.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકામાં આવેલ વેલ્વીન લીમીનેટ કારખાનાની કોલોનીમા રહેતા અને અહીં જ કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ફરિયાદી ધનસીંગ વૃજલાલ આહિરવાર ઉ.૨૨ને તાવ આવતો હોવાથી તેમની સાથે જ કારખાનામાં કામ કરતા જગત પ્રસાદસીંગ રમમનીસીંગ ગોંડ સાથે બાઇકમાં બેસી ગત તા.૨૬જુલાઈના રોજ બપોરના સમયે માળીયા મિયાણા દવા લેવા જતા હતા ત્યારે ખાખરેચી ગામની સીમમાં લેમીનો કારખાના પાસે અચાનક રોડ પર ગાય આડી ઉતરતા બ્રેક મારતા બન્ને યુવક રોડ પર પટકાતા બાઈક ચાલક જગત પ્રસાદસીંગ રમમનીસીંગ ગોંડને ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું જયારે ફરિયાદી ધનસિંગને ઈજાઓ પહોંચતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યો હતો, બનવા અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.