મોરબી અપડેટ: રાજ્યભરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમ્યાન પડેલા ભારે થી અતિભારે વરસાદને કારણે તમામ જળાશયોમાં નવાં નીરની આવક થઈ છે. આ સાથે મોરબી જિલ્લાના જળાશયોમાં પણ વિપુલ પ્રમાણમાં જળ જથ્થો ઉપલબ્ધ થયો છે.રાજકોટ સિંચાઈ વર્તુળ દ્વારા તા.03/08/2026ના રોજ આપવામાં આવેલી માહિતી મુજબ, મોરબી જિલ્લાના જળાશયોમાં પાણીની એકંદરે સારી સ્થિતિ જોવા મળી છે. મોરબી જિલ્લાની કુલ 10912 Mcft ક્ષમતા સામે 7671 Mcft પાણીનો સંગ્રહ થયો છે, જે 70.30% છે. ખાસ કરીને મચ્છુ-2 અને બ્રાહ્મણી ડેમ 100% ભરાઈ ચૂક્યા છે, જ્યારે ઘોડાધ્રોઈ ડેમ 96.89% ભરાયેલ છે. #MorbiUpdate #SaurashtraDams #WaterLevel #Monsoon2026 #GujaratRain #Rajkot #Morbi #Surendranagar #GujaratNews