મોરબી : મોરબી શહેરના વાવડી રોડ પર ને દિવસ પૂર્વે સાંજના સમયે ચાર પાંચ વર્ષ પૂર્વે થયેલ ઝઘડામાં કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી ત્રણ આરોપીઓએ યુવક પર લોખંડના પાઇપ અને ઘણ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ પર સુમતિનાથ સોસાયટીમાં રહેતા હરેશભાઇ જલાભાઈ દેવસુર ઉ.28 નામના યુવકે આરોપી સલીમ ઉર્ફે સલો, બાબુ સંધિ અને આરોપી મકબુલ સંધિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓ સાથે અગાઉ ઝઘડો થયો હોવાથી ચાર પાંચ વર્ષ પહેલાં કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી આરોપીઓએ લોખંડના પાઇપ તેમજ ઘણ વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.