પાણી ઓછું થતા તંત્ર દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ લેવાયો નિર્ણય : વાહનચાલકોને રાહતમોરબી અપડેટ: મોરબીમાં વરસાદે વિરામ લીધા બાદ ઉપરવાસમાંથી મચ્છુ 2 ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે ડેમના 16 દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા, પરંતુ આજે પાણીની આવક ઘટી જતાં ડેમના દરવાજા ક્રમશઃ બંધ કરવામાં આવ્યા હતા. આજે રવિવારની રજા હોવાથી લોકો પાણી જોવા માટે એકઠા ન થાય અને સુરક્ષાલક્ષી કોઈ પ્રશ્ન ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સવારના સમયે બેઠો પુલ બંધ રાખવામાં આવ્યો હતો.દરમિયાન, બપોર બાદ તંત્ર દ્વારા મચ્છુ નદીમાં પાણીના વહેણ અને એકંદર પરિસ્થિતિની આકસ્મિક સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષાના અંતે પાણીનું સ્તર સુરક્ષિત જણાતા અને વાહનવ્યવહાર માટે પરિસ્થિતિ અનુકૂળ હોવાનું માલૂમ પડતા તંત્ર દ્વારા બેઠો પુલ ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. પુલ શરૂ થઈ જતાં સતત બીજા દિવસે હેરાન થતા વાહનચાલકો અને સ્થાનિકોએ મોટી રાહત અનુભવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Machhu2Dam #BethoPul #Monsoon2026 #MorbiRain #TrafficUpdate