પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન: હરિપર કેરળા પાટિયા પાસે સર્વિસ રોડ જળમગ્નમોરબી અપડેટ : નેશનલ હાઇવે પર ઓથોરિટીની ઘોર બેદરકારી આ ચોમાસામાં છતી થઈ છે. હાઇવે નિર્માણ કે સમારકામ દરમિયાન કોઈ પણ જગ્યાએ વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં ન આવતાં વાહનચાલકો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે.હાલ મકનસરથી લઈને છેક માળિયા (ગાળાના પાટિયા) સુધીના સમગ્ર વિસ્તારમાં સર્વિસ રોડ પર ચોતરફ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલ માટે યોગ્ય આયોજન કરાયું ન હોવાથી વરસાદી પાણી રોડ પર જ થંભી ગયા છે. વિશેષ ગાળા પાસે આવેલા હરિપર કેરળાના પાટિયા નજીકના સર્વિસ રોડ પર હાલ પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા છે. સર્વિસ રોડ પર પાણીનો નિકાલ ન થતાં આસપાસના ગ્રામજનો, વેપારીઓ અને ત્યાંથી પસાર થતા નાના-મોટા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોમાં હાઇવે તંત્રની આ કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.#Morbi #MorbiNews #MorbiUpdate #MorbiNationalHighway #RainImpact #Waterlogging #Maliya #Makansar #GujaratNews