સવારે 9:30 વાગ્યે બેઠક યોજી તમામ ટીમોને ફિલ્ડમાં રવાના કરાઈમોરબી અપડેટ : મોરબી શહેરમાં થયેલા ભારે વરસાદને પગલે મહાપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે અને રાહત-સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે સવારે 9:30 વાગ્યે તમામ ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) અને અધિકારીઓની ખાસ બેઠક બોલાવીને શહેરના તમામ વોર્ડમાં સર્વે હાથ ધરવા માટે જરૂરી સૂચનાઓ આપી ફિલ્ડમાં રવાના કરવામાં આવ્યા છે.મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીના જણાવ્યા અનુસાર દરેક વોર્ડ દીઠ બનાવાયેલી QRT ટીમમાં 6 થી વધુ કર્મચારીઓનો સમાવેશ થાય છે, જેમાં SSI, SI, 2 ફાયર સ્ટાફ, ક્લાર્ક અને પટાવાળા સહિતના કર્મચારીઓ સામેલ છે. આ ટીમો વોર્ડના 4 કોર્પોરેટરો અને સ્થાનિકો સાથે સંકલન સાધીને તાત્કાલિક કરવાપાત્ર કામગીરી નક્કી કરશે. રસ્તા પર પડેલા ખાડા, ભરાયેલા પાણીનો નિકાલ (ડી-વોટરિંગ), પડી ગયેલા વૃક્ષો, સ્ટ્રીટ લાઈટની સમસ્યાઓ તેમજ ઘરોમાં પાણી ભરાવા કે નુકસાની અંગેનો વિગતવાર સર્વે અત્યારે કરવામાં આવી રહ્યો છે. ફિલ્ડમાં ગયેલી QRT ટીમોનું મોનિટરિંગ કરવા માટે ઓફિસ અધીક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ દર 2 કલાકે ટીમ પાસેથી અપડેટ મેળવી રિપોર્ટ લેશે. સર્વે રિપોર્ટ મળતાની સાથે જ પેચવર્ક અને રસ્તા સમારકામ માટે 6 ઈજનેરોની ટીમ સમાંતર ધોરણે કામગીરી હાથ ધરશે. બોરિયા પાટીયા અને કેનાલ રોડ જેવા વિસ્તારોમાં રાત્રે આવેલી ફરિયાદો બાદ સવારથી જ સ્ટ્રીટ લાઈટનું સમારકામ શરૂ કરી દેવાયું છે, આ ઉપરાંત તમામ વોર્ડમાં સફાઈ કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #RainUpdate #MorbiMunicipality #QRT #CivicNews