પ્રાંત અધિકારી, મામલતદાર અને કોર્ટ સંકુલમાં ગટરના પાણી ભરાતા અધિકારીઓ અને અરજદારોને ભારે હાલાકી, સત્વરે નિકાલ લાવવા માંગમોરબી અપડેટ: મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકથી મહેન્દ્રનગર ચોકડી, ત્રાજપર ચાર રસ્તા અને હાઇવે તરફ જતા મુખ્ય માર્ગ પર લાલબાગ ગેઇટ પાસે ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગટરનું ગંદુ પાણી ઉભરાઈને સીધું લાલબાગ સંકુલની અંદર પ્રવેશી રહ્યું છે.લાલબાગ સંકુલમાં પ્રાંત અધિકારીની કચેરી, મામલતદાર કચેરી તેમજ કોર્ટ સહિતની મહત્વની કચેરીઓ આવેલી છે. ભૂગર્ભ ગટરના પાણીનો આગળ યોગ્ય નિકાલ ન થવાના કારણે આ ગંદુ પાણી ઉભરાઈને કચેરીઓના પરિસર અને મેદાનમાં ભરાઈ રહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે અહીં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ પોતાના કામકાજ અર્થે આવતા અરજદારોને પણ આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈને કચેરી સુધી જવું પડે છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આગળ ગટરનું કનેક્શન યોગ્ય રીતે આપવામાં ન આવ્યું હોવાથી આ સમસ્યા સર્જાઈ છે. છેલ્લા 2 દિવસથી આ પાણી સતત વહી રહ્યું છે અને કચેરીઓના પરિસરમાં ભરાઈ રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ભૂગર્ભ ગટરની સમસ્યાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #LalBaug #GutterProblem #CivicIssue #GujaratNews