ખેડૂતોને યોગ્ય વળતર નહિ મળે તો 2027 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશ ન કરવા ચીમકીમોરબી અપડેટ : હાલમાં જે જેતપર ગામે વીજ પોલ સત્યાગ્રહ ચાલી રહ્યો છે, તેમાં મોરબી જિલ્લાના જેતપર બાદ આજે ફરી વાઘપર-પીલુડી ગામના ખેડૂતોએ શાસક પક્ષ સામે પોતાનો રોષ અને વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ એકજૂથ થઈને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમને વીજ પોલ મુદ્દે યોગ્ય અને કાયદાકીય વળતર નહીં મળે, તો 2027 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કોઈપણ નેતાએ મત માંગવા ગામમાં પ્રવેશ કરવો નહીં. સત્તાપક્ષનો વિરોધ પ્રદર્શિત કરતા મોટા બેનરો ગામમાં લગાવવામાં આવ્યા છે.ખેડૂતો દ્વારા વધુમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આવનારા સમયમાં માત્ર મોરબી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના અનેક ગામોમાં આવા બહિષ્કારના બેનર લાગે તો તેમાં કોઈ નવાઈ નહીં.#MorbiUpdate #MorbiNews #Vaghpar #Piludi #FarmersProtest #KhedutSatyagrah #GujaratFarmers #Election2027