લેખક : ખ્યાતિબેનમિત્રતા એટલે હૃદયનો એવો સંબંધ જે કોઈ લોહીની સગાઈ વગર પણ આજીવન ટકી રહે છે. આપણી સંસ્કૃતિમાં કહેવત છે ને કે:'ઝાડ વિનાનું ઉપવન નકામું, ને મિત્ર વિનાનું જીવન નકામું.'પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી કુંડળી પરથી એ જાણી શકાય કે તમારો બેસ્ટ ફ્રેન્ડ સ્વભાવે કેવો હશે અને તે કયા પ્રોફેશન (વ્યવસાય) માં હશે?જ્યોતિષ શાસ્ત્રમાં મિત્રતા અને સોશિયલ સર્કલ માટે કુંડળીનો ૧૧મો ભાવ (House/Ghar) જોવામાં આવે છે. તમારી કુંડળીના ૧૧મા ભાવમાં કયો ગ્રહ બેઠો છે, તેના પરથી તમારા મિત્રોનું ક્ષેત્ર નક્કી થાય છે:૧૧મા ભાવમાં બેઠેલા ગ્રહો અને તમારા મિત્રોનો વ્યવસાય: સૂર્ય (Sun): જો ૧૧મા ભાવમાં સૂર્ય હોય, તો તમારા મિત્રો સમાજમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા હશે. તે સરકારી નોકરી (Government Job), વહીવટી ક્ષેત્ર (Administrative Services) માં કે મોટા રાજકારણી હોઈ શકે છે. ચંદ્ર (Moon): ૧૧મે ચંદ્ર હોય તો તમારા મિત્રો ખૂબ જ ભાવુક અને કાળજી રાખનારા હશે. ચંદ્ર વ્યાપારનો કારક હોવાથી તમારો મિત્ર સફળ બિઝનેસમેન (Businessman), ડેરી/લિક્વિડ બિઝનેસ કે ક્રિએટિવ આર્ટિસ્ટ હોઈ શકે છે. મંગળ (Mars): મંગળ સાહસ અને શૌર્યનો ગ્રહ છે. તમારા મિત્રો પોલીસ (Police), આર્મી (Army/Defense), સિક્યુરિટી, સ્પોર્ટ્સ કે રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં જોવા મળશે.બુધ (Mercury): બુધ બુદ્ધિ, ગણિત અને વાણીનો કારક છે. તમારા મિત્ર IT/સોફ્ટવેર, CA/એકાઉન્ટિંગ, ટ્રેડિંગ, સિંઘર, એન્કર કે માર્કેટીંગ/કોમ્યુનિકેશન ક્ષેત્રમાં સફળ હશે.ગુરુ (Jupiter): ગુરુ જ્ઞાનનો ભંડાર છે. તમારા મિત્રો બ્રાહ્મણ કર્મ (પૂજા-પાઠ/જ્યોતિષ), ટીચિંગ, બેંકિંગ (Banking), લો (Lawyer/Judge) કે સલાહકાર (Consultant) તરીકે કાર્યરત હશે. કહેવાય છે ને કે:'જેવો સંગ એવો રંગ, ને જેવો સંગત એવો ભગત.' ગુરુ વાળા મિત્રો તમને સાચા માર્ગે દોરશે.શુક્ર (Venus): શુક્ર લક્ઝરી અને જ્ઞાન દર્શાવે છે. તમારા દોસ્તો મોટા બિઝનેસમેન, બ્રાહ્મણ કર્મ, ફેશન ડીઝાઇનર, એક્ટિંગ/મોડેલિંગ કે ગ્લેમર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હશે.શનિ (Saturn): શનિ મહેનતનો ગ્રહ છે. તમારા મિત્રો મુખ્યત્વે સર્વિસ ક્લાસ (Service Class/Private Job), લેબર મેનેજમેન્ટ, ટેકનિકલ કે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ખૂબ મહેનત કરીને આગળ વધેલા હશે.રાહુ અને કેતુ (Rahu-Ketu):રાહુ: રાહુ વાળા મિત્રો મોટા ભાગે સર્વિસ ક્લાસ (Private/Corporate Jobs), IT અથવા ટેકનોલોજી સેક્ટરમાં અણધારી સફળતા મેળવનારા હોય છે.કેતુ: કેતુ વાળા મિત્રો પણ સર્વિસ ક્લાસમાં હોઈ શકે છે અથવા તો તેઓ ખૂબ જ આધ્યાત્મિક (Spiritual), સંશોધક (Researcher) કે હીલિંગ ક્ષેત્રે જોડાયેલા હોય છે.આ ફ્રેન્ડશિપ ડે પર તમારા એ ખાસ દોસ્તને ટેગ કરો અને આભાર માનવાનું ન ભૂલતા! કારણ કે:'જેમ કેસરિયા દૂધમાં સાકર ભળે, તેમ સાચો મિત્ર જીવનના દુઃખમાં ભળે.'તમારી કુંડળીમાં જુઓ તમારા દોસ્તો કેવા છે?તમારી કુંડળીમાં ૧૧મો ભાવ શું કહે છે અને તમારા ગ્રહો કેવા મિત્રોનો યોગ બનાવે છે તે વિગતવાર જાણવા માટે આજે જ સંપર્ક કરો:📞 Book Appointment on WhatsApp: 9136731555