સ્વ. રણછોડભાઈ જીવરાજભાઈ કૈલા પરિવારના સહયોગથી યોજાનારા કેમ્પમાં ઓપરેશન, રહેવા, જમવા સહિતની તમામ સુવિધાઓ મફત અપાશેમોરબી અપડેટ : રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા દર મહિનાની 4 તારીખે યોજાતા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન તા. 4-8-2026 ને મંગળવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે.આ કેમ્પ સ્વ. રણછોડભાઈ જીવરાજભાઈ કૈલા (હ. રવજીભાઈ કૈલા-ઘૂંટુ વાળા) પરિવારના આર્થિક સહયોગથી યોજાશે. કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના નિષ્ણાત તબીબો ડો. બળવંતભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર અને નિલેશભાઈ રાઠોડ દ્વારા દર્દીઓની આંખોની સઘન તપાસ કરવામાં આવશે.તપાસ દરમિયાન જરૂરિયાતવાળા દર્દીઓને અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરના સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. દર્દીઓ માટે રાજકોટ જવા-આવવાની બસ સુવિધા, રહેવા, જમવા, ચા-નાસ્તો, ચશ્મા તેમજ દવાનો તમામ ખર્ચ સંસ્થા દ્વારા નિઃશુલ્ક પૂરો પાડવામાં આવશે.આ કેમ્પ માટે કોઈ એડવાન્સ બુકિંગની જરૂર નથી. તપાસ માટે આવનાર દરેક દર્દીએ પોતાનું આધાર કાર્ડ સાથે રાખવું ફરજિયાત છે. કેમ્પ સંદર્ભે વધુ માહિતી મેળવવા માટે ગીરીશભાઈ ઘેલાણી (9825082468), હરીશભાઈ રાજા (9879218415), નિર્મિતભાઈ કક્કડ (9998880588) અથવા અનિલભાઈ સોમૈયા (8511060066) નો સંપર્ક સાધવા જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડ દ્વારા જણાવાયું છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા 58 મહિના દરમિયાન યોજાયેલા કેમ્પોમાં કુલ 16159 લોકોએ આંખની તપાસનો લાભ લીધો છે અને 7401 દર્દીઓના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે.#MorbiUpdate #MorbiNews #EyeCamp #JalaramDham #Morbi #FreeEyeCamp #HealthCamp #SocialService #Gujarat