સામાપક્ષે પણ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇમોરબી : મોરબી તાલુકાના પ્રેમજીનગરમાં ગેરેજ પાસે ગાળો બોલવા બાબતે ઝઘડો થયા બાદ ગામના જ છ આરોપીઓએ ધોકા પાઇપ વડે હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાઈ છે.સમાપક્ષે પણ આરોપી દ્વારા ધારદાર હથિયાર વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ પ્રેમજીનગરમાં રહેતા ફરિયાદી જયેશ વેલજીભાઈ શેખવાએ આરોપી ગોરધનભાઇ કોળી, વિનુભાઇ અરજણભાઈ પરમાર, પ્રેમજીભાઈ ઉર્ફે સંજય અરજણભાઈ પરમાર, ભીખાભાઇ ગોરધનભાઇ કોળી, રવિભાઈ ગોરધનભાઇ કોળી અને ગાંડુભાઈ ગોરધનભાઇ કોળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપી ફરિયાદીના ગેરેજ પાસે ગાળો બોલતા હોય ના પાડતા ઝઘડો કરી ધોકા પાઇપ વડે માર મારી જાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા.સામાપક્ષે પ્રેમજીભાઈ ઉર્ફે સંજયભાઈ અરજણભાઈ પરમારે આરોપી જયેશ વેલજીભાઈ શેખવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપી તેમના ભાઈને ગાળો આપતો હોય આરોપીને શા માટે ગાળો આપે છે તેમ પૂછતાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ફરિયાદીને તેમજ સાહેદ ગોરધનભાઇ કોળીને પણ ઇજાઓ કરી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.