વાંકાનેરના પાડધરાથી મક્તાનપર માર્ગ પર ઝૂંપડપટ્ટીમાં વસતા શ્રમિક પરિવારો સુધી પહોંચી RSS પ્રેરિત સમિતિના કાર્યકર્તાઓએ પહોંચાડી ભોજન સહાયમોરબી: મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે અને અનેક પરિવારોને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી વિકટ પરિસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ – મોરબી ના કાર્યકર્તાઓ દ્વારા માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.વાંકાનેર તાલુકાના પાડધરા ગામથી મક્તાનપર ગામ સુધીના માર્ગ પર આવેલી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા તેમજ રોજગારી અર્થે આવેલા પરપ્રાંતીય શ્રમિક પરિવારો સુધી પહોંચીને જરૂરિયાતમંદોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.સમિતિના કાર્યકર્તાઓએ વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે સ્થળ પર પહોંચી પરિવારોની જરૂરિયાતને સમજીને તેમને સમયસર ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી હતી. આ સેવા કાર્ય દરમિયાન લાભાર્થી પરિવારો દ્વારા સમિતિના કાર્યકર્તાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ – મોરબી દ્વારા સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાના ધ્યેય સાથે આવી માનવતાવાદી પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ જરૂરિયાતમંદ લોકો સુધી સેવા પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #Wankaner #HedgewarSmarakSamiti #RSS #MorbiRain #FoodDistribution #Humanity #Monsoon2026 #MorbiNews