NHAI ના ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત નદી પર ચાલી રહેલા કામમાં ડાયવર્ઝન ધોવાયું: વાહનવ્યવહાર ખોરવાયોમોરબી અપડેટ : આમરણથી જોડિયા જતા રોડ પર નદીમાં રોડનું કામ ચાલી રહ્યું છે, ત્યાં બનાવવામાં આવેલ ડાયવર્ઝન ધોવાઈ જતાં હાલ આ રસ્તો વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, NHAI ના ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત આમરણથી 2 કિમી દૂર મેલડી માતાજીના મંદિર પહેલા નદી પર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના ભાગરૂપે વાહનોની અવરજવર માટે નદીમાંથી ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું. પરંતુ પાણીના પ્રવાહને કારણે આ ડાયવર્ઝનનું ધોવાણ થતાં રોડ બંધ થઈ ગયો છે. રાત્રિના સમયે અચાનક ડાયવર્ઝન ધોવાઈ જવાથી રસ્તો બંધ થતા વાહનચાલકો અટવાયા છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.#MorbiUpdate #MorbiNews #Amran #Jodiya #NHAI #BharatmalaProject #RoadClosed #MonsoonUpdate