મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન વીસીપરા વિસ્તારમાં રોહિદાસપરા તેમજ વીસીપરા મેઈન રોડ પર લાયન્સનગરના ખૂણા પાસે બે અલગ અલગ દરોડામાં 12 આરોપીઓને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં બી ડિવિઝન પોલીસે વીસીપરા મેઈન રોડ પર લાયન્સનગરના ખૂણા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી(૧) બેચરભાઇ અમરાભાઇ ચાવડા રહે. વીશીપરા લાયન્સનગર(૨) તુલશીભાઇ ધનજીભાઇ સોલંકી રહે વીશીપરા, વિજયનગર(૩) ભરતભાઇ ગીરીશભાઇ ચૌહાણ રહે. વીશીપરા વિજયનગર મેઇનરોડ મોરબી અને (૪) દિલીપભાઇ રવજીભાઇ સોલંકી રહે. વીશીપરા વિજયનગર ધમ્મગીરી સ્ટોર વાળી શેરી, મોરબી વાળાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા ૪૨૫૦ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં પોલીસે વીસીપરા મેઈન રોડ પર જલજલા પાન પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) કપીલકુમાર રમેશભાઇ નિશાદ રહે. વીશીપરા કુલીનગર (૨) લખન સેવારામ નિશાદ રહે.વીશીપરા કુલીનગર (૩) નરેન્દ્રકુમાર છોટેલાલ નિશાદ રહે.વીશીપરા કુલીનગર (૪) શાનમહમદ જૈનુદીન મલીક રહે.વીશીપરા કુલીનગર (૫) પંકજ ગોરેલાલ કેવટ રહે. વીશીપરા નેશનલ પોટરી સામે, મોરબી (૬) દિપ માતાપ્રસાદ પાલ રહે. શનાળા રોડ મુરલીધર હોટલ પાછળ મોરબી (૭) શની પવનકુમાર ચક્રવર્તી રહે. આદર્શ સોસાયટી ઉમા ટાઉનશીપ પાસે, મોરબી અને આરોપી(૮) મૈયનુદિન મોહમદઉમર મલીક રહે. જલજલા પાન પાસે, વીસીપરા,મોરબી વાળાઓને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા ૧૧,૩૫૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.