છેલ્લા 3 વર્ષથી રહીશોને હાલાકી: પાણી સમતલ થતાં પુલિયામાં ખાબકવાની દહેશત, તંત્ર વહેલી તકે ઉકેલ લાવે તેવી માંગમોરબી: મોરબીના દલવાડી સર્કલથી અંદર આવેલ ઉમા રેસીડેન્સી 2 તથા સિદ્ધનાથ મહાદેવના મંદિરથી ઉમા તરફ જવાના રસ્તે વરસાદના કારણે જળબંબાકાર થઈ જતાં અહીંથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 3 વર્ષથી ચોમાસા દરમિયાન આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. સૌથી ગંભીર બાબત એ છે કે રસ્તા પર આવેલ પુલિયાની બાજુમાં કોઈ પણ પ્રકારની આડસ, પ્રોટેક્શન વોલ કે સેફ્ટી બેરિકેડ મૂકવામાં આવ્યા નથી.વરસાદી પાણી ભરાવાના કારણે રસ્તો અને પુલિયું એકસમાન (સમતલ) થઈ જાય છે, જેના કારણે પુલિયાની ધાર દેખાતી નથી. આ પરિસ્થિતિને કારણે વાહનો કે ચાલીને જતાં લોકો પુલિયામાં ખાબકે અને અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે સ્થાનિકોએ જણાવ્યું છે કે જો આ જગ્યાએ કોઈ પણ પ્રકારની દુર્ઘટના કે અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. આથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ગંભીર પરિસ્થિતિની નોંધ લઈ પુલિયા પર આડસ મૂકવામાં આવે અને પાણીના નિકાલનું કાયમી સોલ્યુશન લાવવામાં આવે.#Morbi #MorbiUpdate #DalwadiCircle #UmaResidency #Waterlogging #CivicIssues #RoadSafety #MorbiNews