સવારથી બપોર સુધી 8 કલાકમાં સૌથી વધુ મોરબીમાં સવા પાંચ ઇંચ, હળવદમાં પાંચ ઇંચ, માળિયા અને ટંકારામાં સવા ચાર ઇંચ તેમજ વાંકાનેરમાં બે ઇંચ વરસાદ નોંધાયોમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ ચાલુ છે. તેવામાં બપોરે 12 થી 2 વાગ્યા સુધીમાં બે જ કલાકમાં હળવદમાં સવા બે ઇંચ, માળિયામાં દોઢ ઇંચ, મોરબીમાં એક ઇંચ વરસાદ વરસાદ નોંધાયો છે. આમ આજના દિવસમાં સવારથી બપોર સુધીમાં 8 કલાકમાં મોરબીમાં સવા પાંચ ઇંચ, હળવદમાં પાંચ ઇંચ, માળિયા અને ટંકારામાં સવા ચાર ઇંચ તેમજ વાંકાનેરમાં બે ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. બપોરે 12થી 2 સુધીનો વરસાદ (2 કલાક)● માળિયા 38 mm ● મોરબી 25 mm● ટંકારા 15 mm● વાંકાનેર 4 mm● હળવદ 60 mmસવારે 6થી બપોરે 2 સુધીનો વરસાદ (8 કલાક)માળિયા 107 mmમોરબી 134 mmટંકારા 108 mmવાંકાનેર 49 mmહળવદ 125 mm