પાણીના નિકાલ બંધ કરાતા સોસાયટીના પછવાડે તળાવ જેવી સ્થિતિ: મકાન-મિલકતોને નુકસાન થવાની દહેશત સાથે રોગચાળો ફેલાવવાનો ભયટંકારા (મોરબી અપડેટ) : ટંકારામાં પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે. ટંકારાની વૈભવનગર સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વૈભવનગર સોસાયટીમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.મળતી વિગતો મુજબ પાણી નિકાલના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હોવાથી સોસાયટીના પછવાડે પાણીના તલાવડા ભરાયા છે. પાણીના યોગ્ય નિકાલના અભાવે આ સ્થિતિ સર્જાઈ છે. 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ જવાના કારણે મકાનો અને મિલકતને મોટું નુકસાન થવાની દહેશત સ્થાનિકોમાં જોવા મળી રહી છે.આ ઉપરાંત, ભયજનક સ્થિતિમાં ભરાયેલા આ પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની પણ પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. સ્થાનિક રહીશો દ્વારા વહેલી તકે પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.#Tankara #MorbiUpdate #VaibhavnagarSociety #Waterlogging #Monsoon2026 #MorbiNews #GujaratRain