વાહનચાલકોને કડિયાણા રૂટનો ઉપયોગ કરવા અને પાણીમાં ઉતરવાનું સાહસ ન કરવા અપીલહળવદ (મોરબી અપડેટ) : મોરબી જિલ્લામાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદના કારણે હળવદથી સરા તરફ જતા માર્ગ પર આવેલા કોઝવે ઉપરથી પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો છે. જેને ધ્યાને રાખીને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા અને સલામતી અર્થે સાવચેતીના ભાગરૂપે આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે.આ રહેશે વૈકલ્પિક માર્ગવાહનચાલકો તથા સ્થાનિક નાગરિકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગ પૂરો પાડવામાં આવ્યો છે. સરા તરફ જવા ઈચ્છતા વાહનચાલકો હવે હળવદ થી કડિયાણા થઈને સરા તરફ જઈ શકશે.સાહસ ન કરવા તંત્ર અને પોલીસની અપીલજિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ વાહનચાલકોને સુરક્ષાના નિયમોનું પાલન કરવા ખાસ અનુરોધ કરાયો છે. પાણીના ભારે વહેણવાળા બંધ રસ્તા પર કોઈપણ પ્રકારનું સાહસ ન કરવા અને તંત્ર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા વૈકલ્પિક માર્ગનો જ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.#MorbiUpdate #Halvad #MorbiRain #TrafficAlert #HalvadSaraRoad #MorbiNews #GujaratRain #MonsoonUpdate