પિતા સિરાનભાઈનો મૃતદેહ મળ્યો, 7 થી 8 વર્ષના પુત્ર કાસિમની શોધખોળ શરૂમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે નદી-નાળામાં પૂરની સ્થિતિ છે. આ દરમિયાન વાંકાનેર તાલુકાના કોટડા નાયાણીથી કાગદડી જવાના રસ્તે ડેમી નદી પરથી પસાર થતી વખતે પાણીના ધસમસતા પ્રવાહમાં એક ઓટો રીક્ષા તણાઈ જવાની હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. આ રીક્ષામાં સવાર પિતા અને પુત્ર બંને પાણીના વહેણમાં ગરકાવ થઈ ગયા હતા.વાંકાનેર મામલતદાર કે.વી.સાનીયાના જણાવ્યા અનુસાર આ ઘટનામાં તણાયેલા પિતાનું નામ સિરાનભાઈ ખમીસાભાઈ કટ્યાર (ઉંમર 35 વર્ષ) છે. તેમની સાથે તેમનો પુત્ર કાસિમ સિરાનભાઈ કટ્યાર પણ હતો, જેની ઉંમર અંદાજિત 7 થી 8 વર્ષ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બચાવ કામગીરી દરમિયાન પિતા સિરાનભાઈ ખમીસાભાઈ કટ્યારનો મૃતદેહ મળી આવ્યો છે, તેમના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે તેમના લાપતા પુત્ર કાસિમની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. વહીવટી તંત્ર દ્વારા પુત્રની શોધખોળ સઘન રીતે ચલાવવામાં આવી રહી છે. #Morbi #MorbiUpdate #MorbiNews #DemiRiver #Accident #GujaratMonsoon #KotdaNayani #RescueOperation