નીચાણવાળા મકાનોમાં ગળાડૂબ પાણી ભરાતા તંત્ર અને ગ્રામજનો દ્વારા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયુંમોરબી અપડેટ : તળાવિયા શનાળા ગામમાં ભારે વરસાદના કારણે ચારેય તરફ પાણી ભરાઈ જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલા અનેક ઘરોમાં ગળાડૂબ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.આ ભારે જળબંબાકાર વચ્ચે ગામમાં એક નાગરિક તાવથી પીડાતા હોવાની અને બીમાર હોવાની વિગત સામે આવી હતી. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર શક્ય ન હોવા છતાં, તલાટી મંત્રી, બીટ જમાદાર ફિરોજભાઈ અને સ્થાનિક ગ્રામજનોએ સાથે મળીને ગળાડૂબ પાણીમાંથી બીમાર દર્દીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને દર્દીને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીમાર દર્દીને હોસ્પિટલ પહોંચાડવાની સાથે જ, નીચાણવાળા વિસ્તારના મકાનોમાં પાણી ભરાઈ જવાથી અસરગ્રસ્ત લોકોને ઊંચાણવાળા વિસ્તારમાં આવેલા સુરક્ષિત મકાનોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.#MorbiUpdate #MorbiNews #Bela #TaraviyaSanala #MorbiRain #RescueOperation #GujaratRain #108Emergency