રાજકોટ કોર્પોરેટ કચેરીના માર્ગદર્શન હેઠળ મોરબી વર્તુળ કચેરી દ્વારા હોટેલ Jewel'D Suite ખાતે આયોજનમોરબી અપડેટ : પીજીવીસીએલ કોર્પોરેટ કચેરી, રાજકોટના માર્ગદર્શન અને વડપણ હેઠળ પીજીવીસીએલ વર્તુળ કચેરી, મોરબીના યજમાન પદ હેઠળ તા. 01/08/2026 થી તા. 02/08/2026 દરમ્યાન આંતર વર્તુળ કેરમ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.અધિક્ષક ઇજનેરના હસ્તે ઉદ્ઘાટનઆ સ્પર્ધાનું આયોજન મોરબીની હોટેલ Jewel'D Suite ખાતે કરવામાં આવ્યું છે. જ્યાં તા. 01/08/2026 ના રોજ મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એચ. એમ. ભોજાણીના હસ્તે ટુર્નામેન્ટનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.13 કચેરીઓના 75 ખેલાડીઓ વચ્ચે મુકાબલોઆ આંતર વર્તુળ કેરમ ટુર્નામેન્ટમાં પીજીવીસીએલની અલગ-અલગ 13 કચેરીઓમાંથી 75 પુરુષ અને મહિલા કર્મચારી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય કંપનીના કર્મચારીઓ વચ્ચે રમતગમતની ભાવના અને પરસ્પર એકતાની ભાવના વધુ સુદ્રઢ કરવાનો છે.#MorbiUpdate #PGVCL #Morbi #CarromTournament #PGVCLMorbi #MorbiNews #PGVCLNews #SportsUpdate