SWM ની 13 ટીમો બનાવાય, દિવસ દરમિયાન 500 સફાઈ કર્મચારીઓ અને રાત્રિ માટે 52 કર્મચારીઓને સ્ટેન્ડબાય : કલેક્ટરના આદેશ મુજબ ટાઉનહોલ ખાતે SDRF ની 25 સભ્યોની ટીમ સ્ટેન્ડબાય : લોકોને કામ વગર બહાર ન નીકળી સુરક્ષિત રહેવા મ્યુનિસિપલ કમિશનરની અપીલમોરબી અપડેટ: મોરબી શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સવારે 4 વાગ્યાથી સતત વરસી રહેલા વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. વરસાદી સ્થિતિ અને મોરબી મહાનગરપાલિકાની કામગીરી અંગે 'મોરબી અપડેટ' દ્વારા મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી સાથે વિશેષ વાતચીત કરવામાં હતી, જેમાં તંત્ર દ્વારા લેવાયેલા પગલાંઓની માહિતી કમિશનરે જાહેર કરી છે. કુલ 109 મિલીમીટર વરસાદ નોંધાયોકમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈકાલે 44 મિલીમીટર અને આજે સવારે 10 વાગ્યા સુધીમાં 65 મિલીમીટર મળીને કુલ 109 મિલીમીટર (આશરે 4 ઇંચ) જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા સઘન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વોર્ડ નંબર 13 માટે ખાસ QRT (Quick Response Team) કાર્યરત કરવામાં આવી છે.સફાઈ અને પાણી નિકાલ માટે ટીમો તૈનાતમહાનગરપાલિકા દ્વારા SWM ની 13 ટીમો બનાવવામાં આવી છે, જેમાં દરેક ટીમમાં 10 સફાઈ કર્મચારીઓ છે. દિવસ દરમિયાન 500 સફાઈ કર્મચારીઓ અને રાત્રિ માટે 52 કર્મચારીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. વોંકળાઓમાં પાણી બેક મારવાની સમસ્યા સર્જાતા તાત્કાલિક ધોરણે 4 ટીમોને ધુતારી, એવન્યુ અને ગૌશાળા પાસેના વોંકળાઓની સફાઈ માટે રવાના કરવામાં આવી હતી. નદીમાં ખુલતા વોંકળાના મુખ પાસે ફસાયેલા જાળી-ઝાંખરાં દૂર કરી પાણીનો નિકાલ શરૂ કરવામાં આવ્યો છે.ફાયર અને એન્જિનિયરિંગ વિભાગનું મોનિટરિંગદરેક વોર્ડમાં 2 ફાયર ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. બેઠા પુલ પાસે પાણી છોડવાની કામગીરી માટે 4 ફાયરના જવાનો અને અન્ય એસ્ટેટના માણસો મળીને કુલ 17 લોકોની ટીમ તૈનાત કરાઈ છે. 6 એન્જિનિયરોની ટીમ કાર્યરત છે, જેમાં AE કક્ષાના એન્જિનિયરો 2 વોર્ડ દીઠ ફરજ બજાવી રહ્યા છે અને DE કક્ષાના અધિકારીઓ ઓફિસથી મોનિટરિંગ કરી રહ્યા છે.પાણી ઉલેચવા માટે 3 ડી-વોટરિંગ પંપ (જૂના બસ સ્ટેન્ડ, નેહરુ ગેટ વગેરે પાસે) ચાલુ છે અને એજન્સીના વધુ 4 પંપ રિઝર્વ રાખવામાં આવ્યા છે.8 વિસ્તારોમાં ભરાયા પાણી, SDRF ની ટીમ સ્ટેન્ડબાયકમિશનરના જણાવ્યા પ્રમાણે સવારથી જ 8 જેટલા વોટર લોગિંગ પોઇન્ટની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં શનાળા, પંચાસર, વાવડી, ત્રાજપર, રચના પાર્ક, મિલી પાર્ક, SP રોડ અને રવાપર ધૂનડા રોડ પર 1 ફૂટ જેટલા પાણી ભરાયા છે. જ્યારે મિલી પાર્ક અને કન્યા છાત્રાલય રોડ પર 2 થી 3 ફૂટ પાણી ભરાયેલા જોવા મળ્યા છે. આપત્તિ વ્યવસ્થાપન માટે કલેક્ટરના આદેશ મુજબ ટાઉનહોલ ખાતે SDRF ની 25 સભ્યોની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.કમિશનરની મોરબીની જનતાને અપીલકમિશનર સંગીતા રૈયાણીએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે ભારે વરસાદની 24 કલાકની આગાહી હોવાથી જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવું. સામાન્ય રીતે વરસાદ બંધ થયાના 3 થી 4 કલાકમાં પાણીનો નિકાલ થઈ જતો હોય છે, તેથી લોકોએ ધીરજ રાખવી. વરસાદ રહ્યા બાદ મહાનગરપાલિકા દ્વારા ખાડા પૂરવા (પેચવર્ક) અને રોગચાળો અટકાવવા દવા છંટકાવ (જે માટે 8 ટીમો તૈયાર છે) ની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવશે.ફરિયાદ નોંધાવવા માટે કંટ્રોલ રૂમ કાર્યરતકમિશનરના જણાવ્યા અનુસાર નાગરિકોની સુવિધા માટે ઓનલાઈન ફરિયાદ સિસ્ટમ ઉપરાંત કંટ્રોલ રૂમના નંબરો કાર્યરત છે. ગત રાતથી વધુ 2 નવા નંબર ઉમેરીને કુલ 3 ફોન નંબર કંટ્રોલ રૂમમાં એક્ટિવ કરવામાં આવ્યા છે, અને ટેલિફોન પર આવતી ફરિયાદોનું રજીસ્ટ્રેશન કરી સબંધીત શાખાને તુરંત ફોરવર્ડ કરવામાં આવે છે જેથી લોકોની સમસ્યાઓનું ઝડપથી નિવારણ લાવી શકાય.#Morbi #MorbiUpdate #MorbiRain #Monsoon2026 #MorbiMunicipalCorporation #RainUpdate #MorbiNews #GujaratRain