જાણો જિલ્લાના તમામ 5 તાલુકામાં નોંધાયેલ વરસાદ અને મોસમનો કુલ આંકડોમોરબી અપડેટ : મોરબી જિલ્લા કન્ટ્રોલ રૂમ (રાહત પોર્ટલ) દ્વારા તારીખ 31/07/2026 સાંજથી લઈ આજ સવાર સુધી નોંધાયેલા વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન મોરબી જિલ્લામાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.તાલુકાવાર નોંધાયેલ વરસાદ • મોરબી: 44 mm (જેમાં વહેલી સવારે 04:00 થી 06:00 વાગ્યા વચ્ચે જ 30 mm વરસાદ ખાબક્યો હતો)• હળવદ: 30 mm• વાંકાનેર: 28 mm• માળિયા: 10 mm• ટંકારા: 9 mmછેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લાનો સરેરાશ વરસાદ 24.2 mm નોંધાયો છે.મોસમનો કુલ નોંધાયેલ વરસાદ જિલ્લા કન્ટ્રોલ રૂમના રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં મોસમનો કુલ તાલુકાવાર વરસાદ નીચે મુજબ છે:• મોરબી: 353 mm• વાંકાનેર: 338 mm• માળિયા: 302 mm• હળવદ: 289 mm• ટંકારા: 178 mmઆ સાથે મોરબી જિલ્લાનો અત્યાર સુધીનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 292 mm થયો છે.#Morbi #MorbiNews #MorbiUpdates #RainUpdate #Monsoon2026 #GujaratRain