માર્ગ સલામતી અને નાગરિક સુરક્ષાને ધ્યાને રાખી તંત્રનો નિર્ણય: વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલમોરબી અપડેટ : મોરબી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નેશનલ હાઈવેથી રવાપર (નદી) તરફ જતા માર્ગ પર વીજપોલ ધરાશાયી થયો છે. આથી સંભવિત અકસ્માત કે મોટી હોનારત અટકાવવાના ભાગરૂપે આ રસ્તો વાહનવ્યવહાર માટે હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે.માર્ગ સલામતી અને નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તકેદારીના તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકોને આ માર્ગ પર અવરજવર ન કરવા, અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા અને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #MorbiRain #TrafficAlert #RavaparRoad #Morbi #RainUpdate #GujaratRain #Monsoon2026