ચોકડી પાસે જળબંબાકારની સ્થિતિ, વાહનો ડૂબ્યા અને રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયામોરબી અપડેટ: મોરબી પંથકમાં છેલ્લા 24 કલાકમાં પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. શહેરના મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ ધાયડી વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે. ધાયડી વિસ્તારમાં રસ્તાઓ પર પાણીનો ભારે ભરાવો થયો છે. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. લોકોના ઘરોના ફળિયા અને ઓરડાઓ સુધી વરસાદી પાણી પહોંચી ગયા છે, જેના કારણે સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરવખરી પલળી જવાની અને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રસ્તા પર ગોઠણસમા ભરાયેલા પાણીમાં ટુ-વ્હીલર વાહનો પણ અડધા ડૂબેલી હાલતમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. વાહનચાલકો અને રાહદારીઓ પાણીમાંથી માંડ માંડ પસાર થવા મજબૂર બન્યા છે. ઘરમાં પાણી ઘૂસી જવાના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા થાય તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #Mahendranagar #HeavyRain #Waterlogging #GujaratRain #Monsoon2026 #MorbiNews