પક્ષકારો અને વકીલોની મુશ્કેલીને ધ્યાને રાખી ‘નો વર્ક’ની જાહેરાત, ગેરહાજર રહેનાર સામે કોઈ પ્રતિકૂળ હુકમ ન કરવા કોર્ટમાં રજૂઆત કરાશેમોરબી : મોરબી શહેરમાં તથા આસપાસના વિસ્તારોમાં આજે અતિશય ભારે વરસાદ વરસી રહ્યો છે. મુસળધાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જેના લીધે મુકદ્દમાકર્તાઓ (પક્ષકારો) તેમજ વકીલો માટે કોર્ટ સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ બન્યું છે.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી બાર એસોસિએશન દ્વારા સર્વાનુમતે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 1 August 2026 ના રોજ તમામ વકીલો કોર્ટ કામગીરીથી અલિપ્ત (No Work) રહેશે. આજની કોર્ટ કાર્યવાહીમાં હાજર ન રહી શકનાર કોઈ પણ વકીલ કે પક્ષકાર સામે કોઈ પ્રતિકૂળ હુકમ (Adverse Order) ન થાય તે અર્થે વકીલ મંડળ દ્વારા યોગ્ય ઠરાવ કરીને સંબંધિત તમામ નામદાર કોર્ટ્સમાં રજૂ કરવામાં આવશે. કેસોમાં જે તે તબક્કે (Stage) નામદાર કોર્ટ દ્વારા આગળની નવી તારીખ (Next Date) આપવા માટે વિનંતી કરવામાં આવશે.મોરબી બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અગેચાણિયા દ્વારા તમામ વકીલ મિત્રો અને નાગરિકોને આ ભારે વરસાદની સ્થિતિમાં સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiNews #MorbiBarAssociation #MorbiRain #HeavyRainfall #MorbiUpdate #CourtNews #GujaratRain