પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો : વાહનચાલકોને જામનગર જવા માટે ટંકારા-ધ્રોલ રૂટનો ઉપયોગ કરવા અપીલમોરબી અપડેટ : જામનગર-માળિયા નેશનલ હાઈવે પર આમરણ નજીક રસ્તા પર પાણી ફરી વળતા (ઓવરટોપિંગ) વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણીનો પ્રવાહ વધવાથી રાત્રિના સમયે સુરક્ષાના ભાગરૂપે આ માર્ગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી રાજેશ્વર સાહુએ મોરબી અપડેટને આપેલી માહિતી મુજબ, માળિયાથી પીપળિયા સુધી વાહનો જઈ શકશે, પરંતુ આમરણ પાસે રસ્તો બંધ હોવાથી સીધા જામનગર જઈ શકાશે નહીં. જામનગર જવા માંગતા વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગ તરીકે ટંકારા અને ધ્રોલ થઈને જવાનું રહેશે. અધિકારી રાજેશ્વર સાહુએ જણાવ્યું છે કે, રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે રાત્રિના સમયે હાઈવે બંધ કરવામાં આવ્યો છે. વાહનચાલકોને અગવડતા ન પડે તે માટે હાલ પૂરતો વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #JamnagarMaliyaHighway #HighwayClosed #Amran #Tankara #Dhrol #RainUpdate #GujaratRain #TrafficUpdate