ભારે વરસાદના કહેર વચ્ચે માનવતાની મહેર પ્રસરાવતું મોરબીનું જલારામ ધામમોરબી અપડેટ : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ દ્વારા હરહંમેશ કુદરતી આફત સમયે સેવા પુરી પાડવામાં આવે છે. ત્યારે પ્રવર્તમાન સમયે મોરબી જિલ્લામાં વરસતા ભારે વરસાદના પગલે શહેરના વિવિધ ઝુંપડપટ્ટી વિસ્તારો તેમજ સ્થળાંતરીતો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા મોરબી જલારામ ધામ દ્વારા કરવામાં આવી રહી છે. લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનાં આ ભગીરથ કાર્યમાં મોરબી મહાનગરપાલિકાના ચેરમેન ભાવીનભાઈ ઘેલાણી, ગીરીશભાઈ ઘેલાણી, પ્રતાપભાઈ ચગ, હરીશભાઈ રાજા, કીશોરભાઈ ચંડીભમર, ચિરાગભાઈ રાચ્છ, નિર્મિતભાઈ કક્કડ, અનીલભાઈ સોમૈયા, પ્પ્પુભાઈ ચંડીભમર, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, અનિલભાઈ ગોવાણી, નીરવભાઈ હાલાણી, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, અમિતભાઈ પોપટ, વિપુલભાઈ પંડિત, હીતેશભાઈ જાની, સી.ડી.રામાવત, કૌશલભાઈ જાની, દીનેશભાઈ સોલંકી સહીતના જલારામ સેવા મંડળના અગ્રણીઓ જોડાયેલા છે. મોરબી જલારામ ધામ દ્વારા તંત્રને સ્થળાંતરીતો માટે ગમે તેટલી સંખ્યામાં ફૂડ પેકેટ બનાવી આપવાની જાણ કરવામાં આવી છે. માત્ર બે કલાક અગાઉ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી ના મો.નં. 9825082468 પર જાણ કરવા તંત્રને જણાવવામાં આવ્યું છે. હરહંમેશની જેમ તંત્ર સાથે સંકલન સાધી લોકોની સેવા માટે મોરબી જલારામ ધામ તત્પર તેમજ કટીબદ્ધ છે તેમ જણાવાયું છે.