સાઢુભાઈ તેમજ તેમના પિતાએ સાઢુભાઈને ઘેર આવી માર મારતા સામસામી ફરિયાદમોરબી : મોરબી તાલુકાના ઘુટુ ગામે પાડોશમાં જ રહેતા સાઢુભાઈ પોતાના પત્નીને માર મારી પરેશાન કરતા હોય પાટલા સાસુએ આ બાબતે પોતાના બહેનના પતિ એવા સાઢુભાઈને ફરિયાદ કરતા સાઢુભાઈએ પોતાના સાઢુને પત્નીને માર નહિ મારવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા સાઢુભાઈ તેમજ તેમના પિતા સાહિતના લોકોએ માર મારતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘુંટુ ગામે નવા પ્લોટમાં રહેતા અને ઇલેક્ટ્રિશયન તરીકે કામ કરતા ફરિયાદી કિશનભાઈ ગેલાભાઈ સોલંકી ઉ.27એ આરોપી એવા સગા સાઢુભાઈ જયદીપ દિનેશભાઇ રાઠોડ, દિનેશભાઇ રાઠોડ અને રેખાબેન રાઠોડ રહે.નવા પ્લીટ, ઘુંટુ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપી જયદીપ તેમના પાટલા સાસુ દીપિકાબેનને માર મારતો હોવાથી ઝઘડો નહિ કરવા સમજાવ્યું હતું.જો કે, આ બાબત સારી નહિ લાગતા આરોપી જયદીપ, તેના પિતાજી દિનેશભાઇ અને રેખાબેન કિશનભાઈના ઘેર જઈને ઝઘડો કરી ફરિયાદી તેમજ તેમના માતાને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સામાપક્ષે દિનેશભાઇ જેરામભાઈ રાઠોડે આરોપી કિશન ગેલાભાઈ સોલંકી, મનોજ ગેલાભાઈ સોલંકી અને રમીલાબેન ગેલાભાઈ સોલંકી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપીના ઘેર તેમનો પુત્ર જયદીપ અને પુત્રવધુ દીપિકા સમજાવવા જતા આરોપીઓએ લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને પોતે વચ્ચે પડતા આરોપીઓએ તેમને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.