વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી વહીવટી તંત્ર દ્વારા જાહેરાતમોરબી: હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકો અને વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોપરી ગણીને સાવચેતીના ભાગરૂપે તા. 01/08/2026 ના રોજ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે.શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ માટે રજા જાહેરઆ નિર્ણય હેઠળ મોરબી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો, આઇ.ટી.આઇ. (ITI) તેમજ અન્ય તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓમાં આજ રોજ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે સ્થગિત રહેશે અને વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે.તંત્ર દ્વારા નાગરિકોને ખાસ અપીલહવામાનની પરિસ્થિતિને જોતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાલીઓ અને નાગરિકોને અતિશય સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. નાગરિકોને બિનજરૂરી ઘર બહાર ન નીકળવા તેમજ વહીવટી તંત્ર અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરી સહકાર આપવા ખાસ અનુરોધ કરાયો છે.#Morbi #MorbiNews #MorbiUpdates #HeavyRain #SchoolHoliday #GujaratRain #WeatherAlert