કુબેર ચોકી, SP કચેરી અને સરકારી ક્વાર્ટર વિસ્તારમાં માર્ગો પર વરસાદી પાણી ભરાયા: વાહનચાલકો માટે પસાર થવું મુશ્કેલ બન્યુંમોરબી અપડેટ: મોરબી શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સો-ઓરડી રોડ, કલેક્ટર ઓફિસ અને SP કચેરી તરફ જતા મુખ્ય માર્ગો પર વરસાદી પાણીનો મોટો ભરાવો જોવા મળ્યો છે.કુબેર ટૉકીઝ સામેથી લઈને કલેક્ટર કચેરી અને સરકારી ક્વાર્ટર રોડ સુધીના રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતા થયા છે. ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાઈ જતાં નાના-મોટા વાહનો, ફોર-વ્હીલર અને બાઈકચાલકોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે ખાડાઓ ન દેખાતા અકસ્માતનો ભય પણ વધી ગયો છે. #Morbi #MorbiUpdate #MorbiRain #SoOrdiRoad #CollectorOffice #SPOffice #Monsoon2026 #MorbiNews #GujaratRain