ઉપરવાસમાં પાણીની આવક ચાલુ રહેતા તંત્ર દ્વારા ચેતવણી સંદેશ જારી: નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં ન જવા અને માલ-મિલકત તથા ઢોર-ઢાખરને સાચેત રાખવા અપીલહળવદ (મોરબી અપડેટ) : હળવદ તાલુકાના ગોલાસણ ગામ પાસે આવેલ હરપાલ સાગર (બ્રાહ્માણી-1) સિંચાઈ યોજના લેવલ મુજબ 100% ભરાઈ ગયેલ છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવક ચાલુ હોવાથી વધારાનું પાણી વેસ્ટ વિયર દ્વારા નદીમાં વહેવડાવવાની જરૂરિયાત ઉભી થઈ છે. જેને પગલે જળસંપત્તિ વિભાગ દ્વારા યોજનાના નીચાણવાસમાં આવતા ગામોના લોકોને તકેદારીના પગલાં લેવા માટે સાવચેત કરવામાં આવ્યા છે.તંત્ર દ્વારા જારી કરવામાં આવેલા ચેતવણી સંદેશ મુજબ, નીચાણવાસના વિસ્તારના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તેમજ માલ-મિલકત તથા ઢોર-ઢાખરને પણ નદીના પટમાં ન જવા દેવા અને સંપૂર્ણ સાચેત રહેવા સૂચના આપવામાં આવી છે.હળવદ તાલુકાના એલર્ટ કરાયેલા ગામોનીચાણવાસમાં આવતા હળવદ તાલુકાના ગોલાસણ, પાંડાતીરથ, મેરૂપર, સુંદરગઢ, શિરોઈ, સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, ચાડધ્રા, ટીકર, માનગઢ, મિંયાણી અને અજીતગઢ સહિતના 15 ગામોને સાવધ કરવામાં આવ્યા છે.#Morbi #MorbiUpdate #Halvad #Brahmani1Dam #HarpalSagar #DamAlert #GujaratRain #Monsoon2026 #WeatherAlert