ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટના પગલે લેવાયો નિર્ણયહળવદ (મોરબી અપડેટ): પત્રકાર એસોસિએશન દ્વારા આગામી તારીખ 2/8/2026 ને રવિવારના રોજ હળવદ ખાતે એક મેગા સર્વ રોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને અંગદાન સંકલ્પ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલની વરસાદી પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે.આકાશી આફત અને ખરાબ હવામાનના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દર્દીઓ અને લોકોને મુસાફરીમાં કોઈ હેરાનગતિ ન પડે તે હેતુથી પત્રકાર એસોસિએશન દ્વારા આ હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ મેગા મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિર આગામી તારીખ 9/8/2026 ને રવિવારના રોજ યોજવામાં આવશે.કાર્યક્રમની નવી વિગતોનવી તારીખ: 9/8/2026, રવિવારસ્થળ: લોહાણા મહાજન વાડી, હળવદપત્રકાર એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે કે, ગ્રામ્ય પંથક અને આસપાસમાંથી આવતા લોકો આવતીકાલે 2 ઓગસ્ટ ને રવિવારના રોજ ન આવે તેના બદલે તારીખ 9 ઓગસ્ટ ને રવિવારના રોજ આવે જેથી કોઈને હેરાનગતિ ન થાય.#Halvad #MorbiUpdate #MedicalCamp #BloodDonation #OrganDonation #PatrakarAssociation #HalvadNews #RainAlert #RedAlert