સાંજે 6 વાગ્યા બાદ આવક ઘટતા હાલ માત્ર 4 દરવાજા 10 ફૂટ ખોલી 25 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છેમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે મોરબીનો જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમમાં સાંજે પાણીની આવક અધધધ 1.02 લાખ ક્યુસેકે પહોંચી હતી. જેથી ડેમના 16 દરવાજા 10 ફૂટ ખોલવા પડ્યા હતા. રાત્રે 8:30 વાગ્યાની સ્થિતિએ પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયા 12 દરવાજા બંધ કરી હવે માત્ર 4 દરવાજા જ 10 ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. હાલ મચ્છુ-2 ડેમની સપાટી 57.30 મીટરે છે. ડેમમાં હાલ 10.06 મીટર પાણીની ઊંડાઈ નોંધાઈ છે. આ સાથે ડેમનું ગ્રોસ સ્ટોરેજ 3104.4 mcft અને લાઈવ સ્ટોરેજ 2970.06 mcft પર છે. ડેમ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 173 mm વરસાદ ખાબક્યો છે, જ્યારે સિઝનનો કુલ વરસાદ 433 mm નોંધાયો છે. હાલ ઉપરવાસમાંથી 26016 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને પગલે તંત્ર દ્વારા ડેમના દરવાજાની સ્થિતિમાં ઘટાડો કરીને હાલ 04 દરવાજા 10 ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ડેમની સપાટી જાળવી રાખવા માટે નદીમાં 25436 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે સૌની યોજના અંતર્ગત 580 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં ડેમમાંથી કુલ 50.11 mcft પાણી છોડવામાં આવ્યું છે.નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ હજુ પણ વહી રહ્યો હોવાથી નીચાણવાળા વિસ્તારોના લોકોને નદીના પટમાં ન જવા અને સુરક્ષિત સ્થળે રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સિંચાઈ વિભાગ દ્વારા ડેમની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ઇનફ્લો-આઉટફ્લોનું બેલેન્સ જાળવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી ચાલી રહી છે.#MorbiUpdate #MachhuDam2 #MorbiNews #GujaratRain #DamOverflow #Monsoon2026 #Morbi