જુના માલણીયાદ ગામે રેસ્ક્યુ માટે SDRF ટીમે પ્રયત્નો કર્યા પણ સફળ ન થતા કચ્છથી NDRFની ટીમ બોલાવાયમોરબી અપડેટ : હળવદ તાલુકામાં ભારે વરસાદને કારણે ભયજનક સ્થિતિ સર્જાઈ છે. જુદા જુદા ગામોમાં નદીના ધસમસતા પ્રવાહ અને પાણી ભરાવાને કારણે કુલ 20 જેટલા લોકો ફસાયા હોવાની વિગતો સામે આવી છે. તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રેસ્કયુ માટે કચ્છથી NDRF ની ટીમને પણ બોલાવવામાં આવી છે.જૂના માલણીયાદ ગામે 5 લોકો વાડીમાં ફસાયા છે. વાડીની ફરતે બાજુ પાણીનો ધસમસતો પ્રવાહ છે. સૌથી વધુ 15 લોકો સુખપર ગામમાં ફસાયા છે. જેમાં એક વાડીમાં 4 અને બીજી વાડીમાં 11 લોકો છે. જુના માલણીયાદ ગામે SDRF ની ટીમ પહોંચી ગઈ છે, પરંતુ નદીમાં 25 ફૂટ જેટલો પાણીનો પ્રવાહ હોવાથી અને રસ્તાઓ બંધ હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે. જીવના જોખમે ફસાયેલા લોકોને બચાવવા માટે હવે અન્ય વિકલ્પો પર કામ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઇંગરોળા ગામે પણ 5 લોકો ફસાયા હોવાની વાત મળી રહી છે. આ મામલે મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, 'અમે SDRF સાથે વાતચીત કરી છે, પરંતુ વધારાની મદદની જરૂર હોવાથી કચ્છથી NDRF ની ટીમ રવાના થઈ ગઈ છે. રાત સુધીમાં ટીમ પહોંચી જશે અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવશે.' #MorbiUpdate #Halvad #HeavyRain #NDRF #GujaratRain #RescueOperation #MorbiNews #WeatherUpdate