ડેરીયારીના નાલા પાસે પાણીના પ્રવાહમાં તણાઈ જતા ગેલાભાઈ નોંધાભાઈનું મૃત્યુ: તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કઢાયોમોરબી અપડેટ : માળીયા (મી.) તાલુકાના જુના ઘાંટીલા ગામમાં દુઃખદ ઘટના સામે આવી છે. ગામમાં ઢોર ચરાવવા ગયેલા એક વ્યક્તિનું પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના અંગે જુના ઘાંટીલા ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને પ્રાથમિક અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે.જુના ઘાંટીલા ગ્રામ પંચાયતના અહેવાલમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ગેલાભાઈ નોંધાભાઈ નામની વ્યક્તિ આજે સાંજે ઢોર ચરાવવા ગયા હતા. આ સમયે ડેરીયારીના નાલા પાસે તેઓ અચાનક પાણીમાં તણાઈ ગયા હતા. પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ જવાથી ડૂબી જતાં તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓની મદદ લઈને ભારે જહેમત બાદ ગેલાભાઈનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પશુપાલકના આકસ્મિક મૃત્યુથી પરિવાર તેમજ સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.#Morbi #Maliya #JunaGhantila #MorbiUpdate #MorbiNews #GujaratNews #SaurashtraNews