મોરબી અપડેટ (ટંકારા) : બંગાવડી ગામનું બેઠું પુલિયું ધોવાઈ જવાની ઘટના સામે આવી છે. પુલિયાનું ભારે ધોવાણ થતાં બંગાવડી ગામથી રોડ ઉપર જવાનો સીધો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા કેટલાય સમયથી અહીં પુલિયાનું કામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું હતું, જેનું આ પરિણામ સામે આવ્યું છે અને બંગાવડી ગામ અન્ય વિસ્તારોથી સંપર્ક વિહોણું બન્યું છે. મુખ્ય માર્ગ બંધ થઈ જવાના કારણે હવે બંગાવડી ગામમાં આવવા અને જવા માટે સ્થાનિક લોકોને તેમજ વાહનચાલકોને નેશડા અને દેવળિયા થઈને લાંબો ચક્કર કાપવા માટે મજબૂર થવું પડ્યું છે.#MorbiUpdate #Bangavadi #MorbiNews #GujaratNews #BridgeWashedAway