મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડતા મચ્છુ-3 ડેમમાં ડેમમાં 38083 ક્યુસેક પાણીની આવક થતા વધુ દરવાજા ખોલવાનો નિર્ણયમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક ચાલુ છે. મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિંચાઇ યોજનામાં રૂલ લેવલ મુજબનું પાણી ભરાઇ ગયેલ છે. મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવાના કારણે મચ્છુ-3 ડેમમાં પાણીની સતત આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થયેલ છે. આથી બપોરે 2 વાગ્યે ડેમના 15 પૈકી 7 દરવાજા 6.5 ફૂટ સુધી ખોલવામાં આવશે.ડેમમાં 38083 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેની સામે નદીમાં પણ 38083 ક્યુસેક પાણી છોડવામાં આવશે. પાણીની આવક વધતા સિંચાઇ યોજનાના નીચાણવાસમાં આવતા મોરબી અને માળિયા(મિયાણા) તાલુકાના ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.મોરબી તાલુકાના એલર્ટ કરાયેલા ગામોનીચાણવાસમાં આવતા મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા સહિતના 13 ગામોને સાવધ કરવામાં આવ્યા છે.માળિયા(મિયાણા) તાલુકાના એલર્ટ કરાયેલા ગામોતેમજ માળિયા(મિયાણા) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા(મિયાણા), હરીપર અને ફતેપર સહિતના 8 ગામોને એલર્ટ કરાયા છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિકારી અને મામલતદાર સહિતના વહીવટી તંત્રને આ પરિસ્થિતિ અંગે જાણ કરી દેવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Machchhu3Dam #DamOverflow #GujaratRain #WeatherAlert #Monsoon2026 #MaliyaMiyana