નાગરિકોની સલામતી અર્થે વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં: પાણીના પ્રવાહવાળા રસ્તાઓ પર સાહસ ન કરવા ખાસ અપીલમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને નાગરિકોની સુરક્ષા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે અસરગ્રસ્ત રસ્તાઓ બંધ કરી વાહન વ્યવહાર કે લોકોની અવરજવર તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવી છે.બંધ કરવામાં આવેલા માર્ગોની યાદીજિલ્લાના વિવિધ તાલુકાઓમાં પાણીના ભારે પ્રવાહ કે રસ્તાની સ્થિતિને લીધે નીચે મુજબના 6 માર્ગો સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે:મોરબી તાલુકો: • મોરબી - ધરમપુર - સાદુળકા રોડ • આંદેરડા - વાંકડા રોડમાળિયા તાલુકો: • એન.એચ. માળિયા એપ્રોચ રોડવાંકાનેર તાલુકો: • જાલી - દેરાળા - રાજસ્થળી રોડ • કાછિયાગાડા - ગાગિયાવાદર - રાજસ્થળી રોડ • લુણસર - રાજસ્થળી રોડતંત્ર દ્વારા સાવચેતી દાખવવા અનુરોધજિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાહનચાલકો અને ગ્રામજનોને સુરક્ષિત રહેવા, પાણીના ભારે પ્રવાહવાળા રસ્તાઓ પર સાહસ ન કરવા અને તંત્ર દ્વારા નિર્ધારિત કરાયેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #MorbiRain #TrafficAlert #Morbi #Wankaner #Maliya #GujaratRain #RainUpdate