ઉપરવાસમાં વરસાદથી ડેમમાં પાણીની આવક ચાલુ: અગાઉ 1 દરવાજો 2 ફૂટ ખોલાયો હતોમોરબી અપડેટ: મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિંચાઇ યોજનામાં રૂલ લેવલ મુજબનું પાણી ભરાઇ ગયેલ છે. તે ઉપરાંત, ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થયેલ છે. આથી સિંચાઇ યોજનાના નીચાણવાસમાં આવતા ગામોના લોકોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.અગાઉ ડેમનો 1 દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો હતો. પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તારીખ 01/08/25 ના રોજ 12:30 વાગ્યાના મેસેજ મુજબ ડેમના 2 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં 6696 ક્યુસેક પાણીનો ઈનફ્લો તથા 6696 ક્યુસેક પાણીનો આઉટફ્લો ચાલુ છે.નીચાણવાસમાં 21 ગામોને સતર્ક કરાયા• મોરબી તાલુકાના 13 ગામો: ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા.• માળિયા(મીં) તાલુકાના 8 ગામો: દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા(મીં), હરીપર અને ફતેપર.#Morbi #MorbiUpdate #Machchhu3Dam #DamAlert #Maliya #MonsoonUpdate #GujaratRain #WaterRelease