ઘોડાધ્રોઈ ડેમ 98.88% ભરાતા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ: મોરબી અને માળિયા તાલુકાના ગામોને નદીના પટમાં ન જવા તંત્રની આદેશાત્મક સૂચનામોરબી અપડેટ : મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. મોરબી તાલુકાના જીકીયાળી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ સિંચાઈ યોજનામાં પાણીનું સ્તર 98.88% સુધી પહોંચી જતાં અને ઉપરવાસમાંથી પાણીની સતત આવક ચાલુ હોવાથી આજે સવારે 11 વાગ્યાથી ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.ડેમમાંથી પાણી છોડાતા અને ઉપરવાસની આવકના કારણે જીકીયારી ગામ પાસે આવેલા કોઝવે પરથી પાણીનો ભારે પ્રવાહ પસાર થઈ રહ્યો છે. નાગરિકોની જાનમાલની સલામતીને પ્રાધાન્ય આપીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ કોઝવે પરનો વાહનવ્યવહાર બંધ કરાવવામાં આવ્યો છે. પાણીનું સ્તર ઘટ્યા બાદ અને રસ્તો સંપૂર્ણ સલામત હોવાની ખાતરી થયા પછી જ વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવશે.નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયાઘોડાધ્રોઈ ડેમમાંથી નદીમાં પાણી છોડાતા નીચાણવાસમાં આવતા મોરબી અને માળિયા (મિયાણા) તાલુકાના ગામોના લોકોને તકેદારીના પગલાં લેવા તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.મોરબી તાલુકાના ગામો: (1) જીકીયાળી (2) ચકમપર (3) જીવાપર (4) જસમતગઢ (5) શાપર (6) જેતપર (મચ્છુ) (7) રાપર.માળિયા (મિયાણા) તાલુકાના ગામો: (1) સુલતાનપુર (2) માણબા (3) છીભડા (છીભલી).જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે બંધ કોઝવે કે વહેતા પાણીમાં વાહન ચલાવવાનું કે રસ્તો ઓળંગવાનું સાહસ ન કરવું અને તંત્રની સલામતી વિષયક સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવો.#MorbiUpdate #GhodadhroiDam #MorbiNews #MorbiRain #JikiyariCauseway #Monsoon2026 #MorbiAlert #MaliyaMiyana