મકાનમાં રમાતો હતો જુગાર, પોલીસે રૂ. 51,300ની રોકડ કરી કબ્જેમોરબી અપડેટ (હળવદ) : હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે આવેલ એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર હળવદ પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા 3 શખ્સોને રોકડા રૂ. 51,300 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન ઘનશ્યામપુર ગામે રહેતા હરપાલસિંહ જયેન્દ્રસિંહ ઝાલાના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસે મકાનમાંથી જુગાર રમતા મકાન માલિક હરપાલસિંહ જયેન્દ્રસિંહ ઝાલા (રહે. ઘનશ્યામપુર, તા. હળવદ), વિજયસિંહ કરણસિંહ ઝાલા (રહે. કોયબા, તા. હળવદ) અને સોમાભાઇ વાલાભાઇ સોલંકી (રહે. ઘનશ્યામપુર, તા. હળવદ) ને પકડી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 51,300 જપ્ત કર્યો છે અને તમામ 3 આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આ સફળ કામગીરી હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ, પોલીસ સબ ઇન્સપેક્ટર આર.બી. ટાપરીયા તથા હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.#MorbiUpdate #Halvad #HalvadPolice #MorbiNews #GujaratPolice #CrimeNews #Ghanshyampur #Morbi