પરશુરામધામ મંદિર ખાતે બહેનો-દીકરીઓ માટે રાસ-ગરબા, રમત-ગમત અને ફરાળી નાસ્તાનું આયોજનમોરબી: મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા જયા પાર્વતીના જાગરણના પવિત્ર અવસરે ખાસ બહેનો અને દીકરીઓ માટે ભક્તિમય જાગરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભક્તિમય કાર્યક્રમ આજે રાત્રે 9:30 કલાકે પરશુરામધામ મંદિર ખાતે યોજાશે.આ શુભ પ્રસંગે માતાજીના ચરણોમાં ભક્તિના દીવા પ્રગટાવી, ગરબાના તાલે ઝૂમીને અને વિવિધ રમતોની મજા માણીને જાગરણને યાદગાર બનાવવામાં આવશે. આયોજન અંતર્ગત બહેનો અને દીકરીઓ માટે ખાસ રાસ-ગરબા, મનોરંજક રમત-ગમત સ્પર્ધાઓ તેમજ ફરાળી નાસ્તાની ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે.પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ કૌશલભાઈ મહેતા, મહામંત્રી ધર્મભાઈ રાવલ તેમજ મહામંત્રી વિશ્વાસભાઈ જોશી દ્વારા બ્રહ્મસમાજના તમામ અગ્રણીઓ, વડીલો, બહેનો અને દીકરીઓને સહપરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આયોજકો દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને સમયસર પધારવા અપીલ કરાઈ છે.#Morbi #MorbiUpdate #JayaParvatiVrat #ParshuramYuvaGroup #ParshuramDham #Brahmsamaj #MorbiEvents #MorbiNews #GujaratNews