રેડ એલર્ટને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્વપૂર્ણ નિર્ણય મોરબી અપડેટ : મોરબી અને રાજકોટ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. પરંતુ મોરબી જિલ્લામાં હજુ વરસાદી માહોલ શરૂ થયો ન હોય, શાળાઓ આવતીકાલે શનિવારે રાબેતા મુજબ ચાલુ જ રહેવાની છે. બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આવતીકાલે લેવાનાર તમામ પરીક્ષાઓ મોકૂફ જાહેર કરી છે. સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સંલગ્ન તમામ કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી છે પણ મોરબીમાં તેને મિશ્ર પ્રતિસાદ હોય, અમુક કોલેજો ચાલુ રહેવાની છે. તો અમુક કોલેજો બંધ પણ રહેવાની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ, હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંતર્ગત 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. ચોમાસાની આ ગંભીર પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા, રાજકોટ કલેક્ટરની સૂચના અનુસાર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે એટલે કે તારીખ 01/08/2026, શનિવારના રોજ યુનિવર્સિટી સંલગ્ન તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે. આ નિયમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત અનુસ્નાતક ભવનો, સેન્ટર્સ અને ચેર્સ માટે પણ લાગુ પડશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તારીખ 01/08/2026, શનિવારના રોજ લેવાનાર તમામ પરીક્ષાઓ હાલ મુલત્વી રાખવામાં આવી છે. આ પરીક્ષાઓની નવી તારીખ હવે પછી યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે.#SaurashtraUniversity #RedAlert #MorbiUpdate #HeavyRainAlert #ExamPostponed #GujaratWeather #EducationNews #UniversityUpdate