પ્રમુખ તરીકે હુઝૈફાભાઈ લાકડાવાલા અને સેક્રેટરી તરીકે સોનલબેન શાહની નિમણૂકમોરબી અપડેટ : તા. 30/07/2026 ના રોજ રોટરી ક્લબ ઓફ મોરબીનો વર્ષ 2026-27 નો પદગ્રહણ સમારંભ ઉલ્લાસભેર યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં સંસ્થાના નવા હોદ્દેદારોની સત્તાવાર રીતે નિમણૂક કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે હુઝૈફાભાઈ લાકડાવાલા તથા સેક્રેટરી તરીકે સોનલબેન શાહની વરણી કરવામાં આવી છે.આ પદગ્રહણ સમારંભમાં આસિસ્ટન્ટ ગવર્નર રોટેરિયન હર્ષિતભાઈ શાહ (જેઓ રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રોના સભ્ય છે) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા સંસ્થાના નવા પ્રેસિડેન્ટ, સેક્રેટરી તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની શપથવિધિ કરાવવામાં આવી હતી.આ પ્રસંગે રોટરીના આગામી વર્ષના ધ્યેય અને થીમ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. રોટરી ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ Olyinka Babalola દ્વારા આ વર્ષની થીમ 'Create lasting Impact' આપવામાં આવી છે. જ્યારે ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન નિલેશભાઈ શાહ દ્વારા આ વર્ષની ડીસ્ટ્રીકટ 3060 ની ટીમને 'Team Believers' તરીકે જાહેર કરવામાં આવી છે.રોટરી ક્લબ ઓફ મોરબીના આ મહત્વના કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ હળવદના સભ્યોએ પણ ખાસ હાજરી આપી હતી. આ ઉપરાંત રોટરી ક્લબ ઓફ મોરબીના તમામ સભ્યો અને સ્નેહીજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.#Morbi #MorbiNews #MorbiUpdate #RotaryClub #RotaryClubOfMorbi #RotaryInternational #InstallationCeremony #District3060