મોરબી : મોરબીના પીપળી રોડ પર સેવન સેરા મોલની સામે એક રીક્ષા અચાનક રોડ નીચે ખાબકી હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં રીક્ષા ચાલકને ઈજાઓ પહોંચી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, પીપળી રોડ પર સેવન સેરા મોલ પાસેથી પસાર થઈ રહેલી એક રીક્ષાના ચાલકે અચાનક જ કોઈ કારણોસર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. કાબુ ગુમાવતાની સાથે જ રીક્ષા રોડની નીચે ઉતરી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. આ ઘટના બનતા જ આસપાસથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત ઉઠાવીને રીક્ષામાં ફસાયેલા ચાલકને બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં ચાલકને ઈજાઓ પહોંચી હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે રસ્તા પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #PipliRoad #Accident #RoadAccident #GujaratNews