ઉત્તર રેલવેના ગાઝિયાબાદ સ્ટેશન પર વિકાસ કાર્ય અને બ્લોકના કારણે ટ્રેનના રૂટમાં ફેરફાર કરાયોમોરબી અપડેટ: ઉત્તર રેલવેના દિલ્હી ડિવિઝનમાં આવેલા ગાઝિયાબાદ સ્ટેશન પર ગતિ શક્તિ ટર્મિનલના વિકાસ કાર્ય માટે પાવર અને ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના કારણે 31 જુલાઈ, 2026 ના રોજ ઓખાથી ઊપડતી ઓખા–દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગે ચલાવવામાં આવશે.રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 19565 ઓખા–દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ, જે 31 જુલાઈ, 2026 ના રોજ ઓખાથી ઊપડશે, તે પોતાના નિર્ધારિત માર્ગના બદલે વાયા નવી દિલ્હી–દિલ્હી શાહદરા–નોલી–શાહમલી–ટપરી થઈને દોડશે.આ માર્ગ પરિવર્તનના કારણે આ ટ્રેન ગાઝિયાબાદ, મોદીનગર, મેરઠ સિટી, મુઝફ્ફરનગર તથા દેવબંદ સ્ટેશનો પર જશે નહીં.રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરી શરૂ કરે. ટ્રેનોના સંચાલન સંબંધિત તાજેતરની સ્થિતિ જાણવા માટે www.enquiry.indianrail.gov.in પોર્ટલ અથવા NTES/RailOne એપ દ્વારા માહિતી મેળવી લેવા અપીલ કરાઈ છે.#Morbi #MorbiUpdate #IndianRailways #RajkotRailway #OkhaDehradunExpress #TrainUpdate #MorbiNews #GujaratNews